1. લિનક્સ (LINUX OS)

2.કમ્પ્યુટરમાં કેટલીક વેબસાઈટ બ્લોક કરવાની ટીપ્સ:

 કોમ્પ્યુટરના રેટીંગ્સ વધારો – છેતરાવાથી પણ બચો

માઈક્રોસોફ્ટની ઓપરેટીંગ સિસ્ટમવિન્ડોઝ ૭ અને વિસ્ટા આ બંનેની અંદર Windows Experience Index એવી સુવિધા આપવામાં આવે છે.
તમે માય કોમ્પ્યુટર ઉપર Right Click કરી અને Properties ખોલશો તો તમને System ની અંદર Ratings એવું કરીને કંઈક સ્કોર લખેલો દેખાશે. એ સ્કોર તમારા કોમ્પ્યુટરના હાર્ડવેરનો છે. જો તમને રેટીગ જોવા ન મળે તો તેના પર ક્લિક કરો,જેથી કોમ્પ્યુટર ઓટોમેટીકલી તમને ગણી આપશે.
તેમાં પ્રોસેસરગ્રાફીક્સપરફોર્મન્સરેમ વગેરે અલગ અલગ પાસાઓ માટે ૧.૦ થી લઈને ૭.૯ સુધી અલગ અલગ સ્કોર આપવામાં આવે છેઅને જેનો સ્કોર સૌથી ઓછો હોય તેને તમારા કોમ્પ્યુટરના રેટીંગ તરીકે બતાવવામાં આવે છે.
તમે નવું PC ખરીદો કે લેપટોપમોટાભાગે આ સ્કોર એટલો ઓછો હોય છે કેતે આપણને ખુશ કરી શકતો નથી.
જો તમે તેમાં ફેરફાર કરવા માંગતા હોય તો એક રસ્તો એ છે કે તમે પૈસા ખર્ચીને સારામાં સારું પ્રોસેસરરેમગ્રાફીક્સ કાર્ડ વગેરે ઈન્સ્ટોલ કરો અથવા બીજો એક રસ્તો છેહેકીંગ.
તમે જ્યારે પણ કોમ્પ્યુટરને સ્કોર ગણવા માટે કહો છોત્યારે તે C:\Windows\Performance\WinSAT\DataStore ની અંદર એક નવી ફાઈલ બનાવી તેની અંદર એ સ્કોર સેવ કરે છે. તમે એ સ્કોર બદલાવી દો એટલે તમારા કોમ્પ્યુટરનો સ્કોર પણ બદલી જશે. (ફક્ત બતાવવા ખાતરહકીકતમાં નહી…)
તેના માટે સૌથી પહેલા તમે C:\Windows\Performance\WinSAT\DataStore ની અંદર જાઓત્યાં જે ફાઈલ સૌથી નવી બનેલી હોય (ડેટ અને ટાઈમ જોઈને જાણી શકાશે) અને સાઈઝ વધારે હોય તેના પર Right Click કરી તેને Wordpad ની અંદર ઓપન કરો.
તેમાંનીચે મુજબનો ભાગ શોધી કાઢો. તેના માટે Find ની મદદ લઈ શકો છો.
અહીંયા દરેક સ્કોર તમારી મરજી મુજબ બદલી અને ફાઈલ સેવ કરી દો અને ફરીથી તમારો સ્કોર જોઈ જુઓહવે તે બદલાઈ ગયો હશે.
આ સ્કોર બદલવા માટે અમુક સોફ્ટવેર્સ પણ ઉપલબ્ધ છે પણ તેની મદદથી કરવા કરતા જાતે જ બદલાવીએ તો ખબર પડે કે તે કામ કઈ રીતે કરે છે.
હવેસૌથી મહત્વની વસ્તુ….
આપણને એમ થાય કે આનો ખોટી રીતે ઉપયોગ કેવી રીતે થતો હશે?, આ તો ફક્ત મજાક જેવું જ છે. પણ એવું નથી ભેજાગેબ લોકોએ આનો પણ ગેરઉપયોગ શોધી કાઢ્યો છે. તમે જ્યારે કોમ્પ્યુટરની ખરીદી કરવા જાવ છોત્યારે તમને આવી રીતે વધારવામાં આવેલો સ્કોર બતાવીને છેતરવાનો પ્રયાસ કરે છે.
ખાસ કરીને લેપટોપમાં કે જેને તમે ખોલીને કદી જોવાના નથી તેમાંઓછી રેમ અને ઓછી સ્પીડ વાળું પ્રોસેસર હોવા છતાંઆ પ્રકારના રેટીંગ્સ બતાવીને એક હાઈ સ્પીડ કોમ્પ્યુટર ગણાવી ઊંચી કિંમતે વેંચે છે.
ફક્ત સ્કોર જ નહીતમે કોમ્પ્યુટરની રેમપ્રોસેસરહાર્ડ ડીસ્કથી માંડીને તમામ વસ્તુ આટલી જ સરળતાથી કસ્ટમાઈઝ કરી શકો છો.
તમને એમ થાય કેઆનો કોઈ ઉપાય ખરો…. તો ઉપાય છે. તમે જ્યારે પણ કોમ્પ્યુટર લો ત્યારે તેનો સ્કોર જુઓઅને પછી તેના પર ક્લિક કરી તેનું રી-એસેસમેન્ટ કરો. આમ કરવાથી જુનો સ્કોર જતો રહેશે અને નવો વાસ્તવિક સ્કોર તમને બતાવશે.
ઉપરાંત અમુક વસ્તુ એવી છે કે જેને તમે અંદરથી જોઈને જ ચેક કરી શકો છો. જેમ કે, PC ની અંદર રેમપ્રોસેસર વગેરે જોવા માટે સૌથી સારો ઉપાય છેદુકાનદારને ત્યાં જ CPU ખોલીને ચેક કરી લેવું. જો તમે લેપટોપ લેવા માંગતા હોય તો સસ્તા પાછળ ન દોડવું. સૌથી પહેલા ઓનલાઈન તેનો ભાવ ઈકોમર્સ સાઈટ પર ચેક કરવોપછી કોઈ સારી પ્રતિષ્ડીત દુકાનશોરૂમ કે મોલમાંથી બીલ સાથે અને સીલપેક જોઈને લેવું. ઘણીવાર લેપટોપની અંદરની વસ્તુ જુની સાથે બદલીને પણ વેંચાતી હોય છે.
તો છેતરાવાથી બચતા રહેવું.
NOTES: MORE INFORMATION ABOUT COMPUTER PLEASE GO TO MY BLOG : http://www.jayeshpmakwana.blogspot.in/

This free website was made using Yola.

No HTML skills required. Build your website in minutes.

Go to www.yola.com and sign up today!

Make a free website with Yola